આ વ્યક્તિ એક સમયે હતો પિત્ઝા કંપનીમાં ડિલિવરી બોય, આજે વડાપાઉનો ધંધો શરૂ કરી બીજાને આપી રહ્યો છે નોકરી

કોરોના મહામારી બાદ ઘણો લોકોના જીવનમાં મોટા પરિવર્તનો આવ્યા છે. ઘણાની નોકરી છૂટી જતા અન્ય બિજનેસમાં લાગી ગયા. તો ઘણા લોકોએ ઘરને જ ઓફિસ બનાવી કામ શરૂ કીધુ. આજે અમે તમને એક એવા વ્યક્તિની કહાની જણાવીશું જેમનો સંઘર્ષ જોઈને તમને પ્રેરણા મળશે. વાત છે ગૌરવ લોઢેની. ગૌરવ દરરોજ ઓફિસથી શિફ્ટ પૂરી થયા પછી સાંજે 6 વાગ્યે નીકળતો હતો અને રાત્રે 9 વાગ્યે ઘરે પહોંચતો હતો. આ ત્રણ કલાકમાં તેને ભૂખ-તરસ લાગતી હતી. મનમાં થતું હતું કે વાહનમાં જ કોઈ ગરમાગરમ કંઈક ખાવાનું આપે. તે એક પિત્ઝા કંપનીમાં કામ કરતો હતો. અગાઉ ડિલિવરી બોય હતો, પછી પ્રમોટ થતાં થતાં મેનેજર બની ગયો. આમ છતાં ગૌરવના મનમાં પોતાનો બિજનેસ કરવાનો વિચાર હંમેશા આવતો.

32 હજારની નોકરી છોડી વડાપાઉ વેચવાનું શરૂ કર્યું

image soucre

આ વાત છે ગયા વર્ષના નવેમ્બરની. તેણે અચાનક નોકરી છોડી દીધી. ઘરમાં પત્ની અને માતા છે. બંનેએ ખૂબ ઠપકો આપ્યો અને સમજાવ્યા કે બેટા, નોકરી કરી લે, પરંતુ ગૌરવ પોતાની જીદ પકડીને બેઠો હતો. તેણે પરિવારજનોને કહ્યું, હું ટ્રાફિક સિગ્નલ પર વડાપાંઉ વેચવાનું કામ શરૂ કરવાનો છું. પત્નીએ કહ્યું કે તમને અત્યારે 32000 રૂપિયા સેલરી મળે છે. નોકરી પણ સારી ચાલી રહી છે તો તમે શા માટે આ ફાલતુ કામ કરવા માગો છો. આમેય સિગ્નલ પર કોઈ વડાપાંઉ નહીં ખરીદે. મિત્રોએ પણ જ્યારે આ આઈડિયા સાંભળ્યો તો તેની ખૂબ મજાક ઉડાવી, પરંતુ ગૌરવે કોઈની વાત ન માની. તેણે એક શેફ શોધ્યો. 6 યુવકો પણ હાયર કર્યા. તેને કહ્યું, સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી વડાપાંઉ વેચવાનાં છે અને તેના બદલામાં રોજ બસો રૂપિયા મળશે.

શરૂઆતમાં સારો રિસોન્સ ન મળ્યો

image source

આ અંગે ગૌરવે જણાવ્યું કે, વડાપાંઉ તો મુંબઈમાં દરેક જગ્યાએ મળે છે, પણ મારે તેમાં કંઈક અલગ કરવાનું હતું. તેથી મેં તેનું પેકિંગ બર્ગર બોક્સ જેવું કરાવડાવ્યું. બોક્સમાં વડાપાંઉની સાથે જ ચટણી, લીલાં મરચાં અને 200 એમએલ પાણીની બોટલ પેક કરવાનો પ્લાન બનાવ્યો. ડિલિવરી બોય માટે ઓરેન્જ ટીશર્ટ ફરજિયાત કર્યું. અમે એ જ વિચાર્યું કે જે પણ કાર સિગ્નલ પર રોકાશે તેમને અમે વડાપાંવ વેચીશું, પરંતુ શરૂઆત સારી ન રહી. અમે બે સિગ્નલ પર જઈ રહ્યા હતા. લોકો અમને જોઈને જ ગાડીના કાચ બંધ કરી દેતા હતા. પછી મેં લોકોને એમ કહેવાનું શરૂ કર્યું કે ટ્રાફિક વડાપાંઉ નામની એક કંપની છે, જે પોતાના વડાપાંઉ માટે ફીડબેક લઈ રહી છે. તમારે પૈસા આપવાના નથી, માત્ર રિવ્યુ કરવાનો છે.

પાંચ દિવસ સુધી ફ્રીમાં વહેચ્યા

image soucre

ત્યાર બાદ અમે ફ્રીમાં પેકેટ વહેંચવાનું શરૂ કર્યું. ફ્રીમાં પેકેટ વહેંચીને પ્રથમ દિવસે ઘરે આવ્યો તો સૌને લાગ્યું કે આજે બધું વેચાઈ ગયું. બધા ખુશ થઈ ગયા, પરંતુ મેં પત્નીને કહ્યું, કંઈ વેચાયું નથી. હું ફ્રીમાં વેચીને આવ્યો છું. આવું મેં પાંચ દિવસ સુધી કર્યું અને લગભગ પાંચસો પેકેટ ફ્રીમાં વહેંચ્યાં. છઠ્ઠા દિવસે અમે 20 રૂપિયામાં પેકેટ વેચવાનું શરૂ કર્યું અને અમારા પેકેટ વેચાવા પણ લાગ્યાં.

રોજની બચત બે હજાર રૂપિયા થવા લાગી

image soucre

મેં નોકરી દરમિયાન જોયું હતું કે કસ્ટમર્સ ફીડબેક ખૂબ જરૂરી હોય છે, તેથી બોક્સ પર જ પોતાનો નંબર પ્રિન્ટ કરાવી રાખ્યો હતો. લોકો અમને ફીડબેક આપવા લાગ્યા. અનેક લોકો અમારો ફોટો ક્લિક કરીને તેમના ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર મૂકતા હતા. એનાથી અમને ઘણા લોકો ઓળખવા લાગ્યા. બે મહિનામાં જ મને એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે મારી રોજની બચત બે હજાર રૂપિયા સુધી થવા લાગી. ત્યાર બાદ અમારો આત્મવિશ્વાસ વધ્યો.

15 યુવકની ટીમ બનાવવાનું લક્ષ્ય

image soucre

આ વર્ષે ફેબ્રુઆરીમાં મેં સિગ્નલની પાસે જ એક શોપ ભાડે લીધી, પરંતુ અમારું ફોકસ સિગ્નલ પર વડાપાંઉ વેચવાનું જ છે. લોકડાઉન પછી હજુ આઠ દિવસ પહેલાં ફરી કામ શરૂ કર્યું છે. હવે વડાપાંઉ સાથે સમોસાં અને ચા પણ શરૂ કરવાનાં છીએ. અત્યારે મારી પાસે ચાર યુવક છે, જેમને મેં 10000 રૂપિયા ફિક્સ સેલેરી પર રાખ્યા છે. ડિમાંડ વધી રહી છે તેથી વધુ યુવકો હાયર કરી રહ્યો છું. 15 યુવકની ટીમ બનાવવાની છે. તમામને 10000 રૂપિયાની ફિક્સ સેલેરી પર રાખીશ. જેટલા વધુ યુવકો હશે, એટલું જ વેચાણ વધશે અને હવે માત્ર સાંજે જ નહીં, પણ સવારે પણ અમે સર્વિસ આપવા લાગ્યા છીએ. સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 5થી રાતે 10 વાગ્યા સુધી અમારું કામ ચાલુ રહે છે.

હિંમત ન કરી હોત તો કદાચ હજુ પણ નોકરી જ કરતો હોત

image source

તેમણે વધુમાં ઉમેર્યું કે કોઈપણ કામ શરૂ કરવા માગે છે તો તેને બસ એટલું કહું છું કે જે તમારા મનમાં હોય તેને જરૂર કરો. લોકો તો નેગેટિવ જ બોલે છે, પરંતુ જો આપણે આપણી ઈચ્છાનું કામ કરીએ છીએ તો સફળ જરૂર થઈએ છીએ. મેં તો અનુભવથી આ જ શીખ્યું છે. પ્રથમ હું 32 હજાર રૂપિયા માટે સવારથી સાંજ સુધી નોકરી કરી રહ્યો હતો અને હવે દસ-દસ હજાર રૂપિયાની સેલરીએ લોકોને નોકરી આપી રહ્યો છું. હિંમત ન કરી હોત તો કદાચ હજુ પણ નોકરી જ કરતો હોત. મેં આ બિઝનેસ શરૂ કરવામાં 50-60 હજાર રૂપિયા ખર્ચ કર્યો હતો, બધો સામાન બલ્કમાં ખરીદ્યો હતો. પૂરેપૂરા પૈસા બે મહિનામાં જ નીકળી ગયા છે. હવે ફ્રેન્ચાઈઝી આપવા અંગે કામ કરી રહ્યો છું. જેથી આ બિજનેસ વધુ આગળ વધારી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.