જમ્મુ કાશ્મીર સરકારના નિર્ણયથી વૈષ્ણો દેવીના ભક્તોમાં ખુશીનો માહોલ, હવે કાયમી આટલા ભક્તોને દર્શનની મળી છૂટ

નવરાત્રીમાં માતા વૈષ્ણો દેવીની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભક્તો માટે ખુશખબર છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને નવરાત્રીને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણો દેવીની યાત્રાને લઈને મોટો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીર સરકારના સચિવ સિમરનદીપસિંહે કહ્યું કે હવે દૈનિક શ્રદ્ધાળુઓની સંખ્યા વધારીને સાત હજાર કરવામાં આવી છે. અગાઉ અહીં માત્ર પાંચ હજાર શ્રદ્ધાળુઓને જ આવવાની છૂટ હતી. ત્યારે હવે 7000 કરતાં ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભક્તો માટી આવી ખુશખબરી

image source

જમ્મુ-કાશ્મીર પ્રશાસનના આ નિર્ણય સાથે રાજ્યની બહારથી આવતા ભક્તો માટે ખુશખબર છે. અગાઉ ફક્ત એક હજાર બહારના લોકો અને ચાર હજાર સ્થાનિક ભક્તોને જ મંજૂરી હતી. હવે વહીવટી તંત્રે આ નિયમ નાબૂદ કર્યો છે. સિમરનદીપસિંહે કહ્યું હતું કે શ્રાઇન બોર્ડના સીઈઓ દ્વારા નિર્ણય લેવામાં આવશે કે જમ્મુ-કાશ્મીરમમાં 7000 યાત્રાળુઓમાંથી કેટલા સ્થાનિક આવશે અને કેટલા બહારથી આવશે. તેમણે કહ્યું કે આ માટે રાજ્યમાંથી કે રાજ્યની બહાર આવતા ભક્તો માટે કોઈ પાસની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત સિમરનદીપસિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સિનેમા હોલ, બાર અને કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી કેટલાક 15 ઓક્ટોબરથી ખુલશે.

પરિસરમાં આવ્યા હતા 22 જેટલા કોરોનાના કેસ

image source

કોરોના વાયરસ સંક્રમણનાં કારણે પાંચ મહિના પછી પ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણો દેવી મંદિરના દ્વારા ખોલવામાં આવ્યા હતા. અને યાત્રા માટે પણ ભક્તો છૂટ આપવામાં આવી હતી. વળી સંક્રમણના કારણે મંદિર પરિસરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી લોકો એક બીજાથી દૂર રહે. પણ આ તમામ વ્યવસ્થા પછી જ કોરોનાના કેસ સામે આવ્યા હતા. 3 પંડિત સહિત 22 લોકોને કોરોના સંક્રમિત મળ્યા હતા. આ લોકોમાં 3 પૂજારી ચાર પોલીસવાળા અને માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના કર્મચારી પણ સામેલ હતા.

પહેલાં હતો આવો નિયમ

image source

ઉલ્લેખનીય છે કે નવા નિયમો મુજબ પહેલા વીકમાં ખાલી 2,000 શ્રદ્ધાળુઓને જ મંદિરમાં દર્શન કરવાની છૂટ આપી હતી. જેમાંથી 1,900 જમ્મુ કાશ્મીરના લોકો હતા અને 100 લોકો જ અન્ય રાજ્યો હતા. વધુમાં કોરોના કારણે મંદિરમાં પ્રસાદ આપવાની વ્યવસ્થા પણ બંધ કરવામાં આવતી હતી. અને પૂજારી કોઇ ભક્તોને તિલક પણ નહતા લગાવતા. ત્યારે હવે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેથી ભક્તોમાં ખુશીનો માહોલ છે.

ખિસ્સા પર ભાર પડવાની શક્યતા

image source

કેન્દ્ર સરકારે દેશભરના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની 8 જૂનથી મંજૂરી આપી છે. એવામાં મા વૈષ્ણો દેવી યાત્રા ફરી એકવાર શરૂ કરવાને લઈ હલચલ વધી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ જૂનના બીજા સપ્તાહમાં યાત્રા શરૂ કરશે. યાત્રાને લઇ માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. કટરા હેલીપેડની સાથે સાંઝી છત હેલીપેડ પર સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમો અનુસાર 6 ફૂટના અંતર પર નિશાન લગાવવામાં આવ્યા છે.

image source

આ ઉપરાંત વૈષ્ણો દેવી મંદિર પર પણ ગેટ નંબર 1-3 સુધી નિશાન લગાવવામાં આવ્યા છે. આ સાથે જ મંદિરમાં રંગ અને પેઇન્ટિંગનું કામ પણ ઝડપથી શરૂ થયું છે. શ્રદ્ધાળુઓને કટરાથી સાંઝી છતમાં લાવવા લઈ જતી હેલિકોપ્ટર કંપનીઓએ તેમના ભાડામાં 65 ટકાનો વધારો કર્યો છે. આ વર્ષે, પ્રતિ સવારી કટરાથી સાંઝી છત (એક તરફનું) ભાડું 1730 રૂપિયા આપવું પડશે. જેનો અર્થ છે કે, પ્રતિ સવારી અવર જવરનું ભાડું 3460 રૂપિયા આપવા પડશે. આ પહેલા પ્રતિ સવારી દીઠ એક તરફનું ભાડું 1045 હતું અને બંને તરફનું ભાડું 2090 રુપિયા પ્રતિ સવારી હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span