H1-B વિઝાના નિયમો ટ્રમ્પે બદલી નાંખ્યા, હવે ભારતીયોને પડશે મોટી મુશ્કેલી, ઘણા લોકોના અમેરિકા જવાના સપના રહેશે અધુરા!

ભારતના લોકો અમેરિકામાં પણ વસે છે. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં ભારતના ઘણા ટકા વસતી ભારતની છે અને દર વર્ષે આ સંખ્યામાં બહોળો વધારો થતો જાય છે. પરંતુ હવે એક સમાચાર સામે આવી રહ્યા છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે ટ્રમ્પ કોરોનામાં થેયલા ડેમેજને કન્ટ્રોલ કરવા માટે વિઝા કાર્ડ રમી રહ્યા છે. કોરોનામાં બેરોજગાર થયેલા અમેરિકનોને કામ મળી રહે તે માટે ટ્રમ્પે અમેરિકાના એચ 1 – બી વિઝા પર પહેલા પ્રતિબંધ મુક્યો હવે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે.

અમેરિકાએ H1-B વિઝાના નિયમો વધુ કડક કર્યા

image source

ટૂકમાં કહીએ તો હવે પહેલાં કરતાં નિયમો વધારે કડક બનાવવામાં આવ્યા છે. અમેરિકામાં ચૂંટણી પહેલા ટ્રમ્પે વિઝા કાર્ડ નાંખ્યું છે. અમેરિકાએ H1-B વિઝાના નિયમો વધુ કડક કર્યા છે. નવા નિયમોમાં વિશેષ વ્યવસાયની વ્યાખ્યા બદલાઈ છે. જો કે આ નિયમોમાં કરાયેલા ફેરફારો કેવા કેવા છે એના વિશે જાહેરાત નથી કરાઈ. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, નવા નિયમથી ભારતીય પ્રોફેશનલને વધુ નુકસાન થવાની શક્યતા છે.

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે….

image source

આ સાથે જ આશા સેવવામાં આવી રહી છે કે, H1-Bથી 5 લાખ અમેરિકનોએ નોકરી ગુમાવ્યાનો તર્ક લગાવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 70 ટકા H1-B વિઝા ભારતીય પ્રોફેશનલને મળે છે. હાલની લોટરી સિસ્ટમની મદદથી વર્ષે 85 હજાર નવા એચ-1 બી વિઝા જાહેર કરવામાં આવે છે. વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લાં 5 વર્ષમાં જાહેર કરવામાં આવેલા એચ-1 બી વિઝા 70 ટકાથી વધુ ભારતીયોને મળ્યા છે. 2015માં ભારતીય-અમેરિકી ગ્રુપના લોકોના આંકડાએ 10 લાખનો ફિગર ક્રોસ કર્યો હતો. આ લોકોથી ભારતને મોટા પ્રમાણમાં રેમિન્ટસનો ફાયદો મળ્યો છે.

એચ-1 બી વિઝાથી સૌથી વધુ ફાયદો ભારતીય નાગરિકોને

image source

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાજકીય સ્તરથી લઈને વ્હાઈટ હાઉસની ટીમમાં પણ આજે અનેક ભારતીય-અમેરિકી છે. એક અહેવાલ એવો પણ છે કે, યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ) મુજબ એચ-1 બી વિઝાથી સૌથી વધુ ફાયદો ભારતીય નાગરિકોને જ થાય છે. એચ-1 બી વિઝા નોન-એગ્રીમેન્ટ કે ગેરપ્રવાસી વિઝા છે. અમેરિકાની કંપનીઓ અન્ય દેશના ટેક્નિકલ એક્સપર્ટ્સને હાયર કરે છે, જે બાદ આ કંપનીઓ સરકાર સમક્ષ હાયર કરવામાં આવેલા એમ્પ્લોયીઝ માટે એચ-1બી વિઝાની માગ કરે છે. મોટા ભાગના કર્મચારી ભારત કે ચીનના હોય છે. જો કોઈ એચ-1 બી વિઝાધારકની કંપનીએ તેની સાથેનો કોન્ટ્રેક્ટ સમાપ્ત કરી લીધો છે, તો વિઝા સ્ટેટસ યથાવત્ રાખવા માટે તેને 60 દિવસોમાં નવી કંપનીમાં જોબ મેળવવી જરૂરી છે.

અમેરિકામાં વધ્યા ભારતીયો

image source

દક્ષિણ એશિયન એડવોકેસી ગ્રૂપે જૂન 2018માં વસ્તી વિષયક અહેવાલમાં જણાવ્યું છે કે 2010 અને 2017 વચ્ચેના 7 વર્ષના સમયગાળામાં અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યામાં 38 ટકાનો વધારો થયો છે. સાઉથ એશિયાઇ અમેરિકન્સ લીડિંગ ટુગેધર (SAALT) એ તેના સ્નેપશોટમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 630,000 ભારતીયો છે જેમણે નોંધાયેલા નથી, આ સંખ્યામાં 2010 થી 72 ટકાનો વધારો થયો છે. ગેરકાયદેસર ભારતીય-અમેરિકનોમાં વધારો ભારતીય વસાહતીઓને વિઝાને ઓવરસ્ટેયીંગને આભારી હોઇ શકે છે. 2016 માં આશરે 2,50,000 ભારતીયોએ તેમના વિઝાને ઓવરસ્ટે કર્યો હતો તેથી તે બિનદસ્તાવેજીકૃત બન્યું હતું.

2010 માં 35 લાખથી વધીને 2017 માં 54 લાખ થયું

image source

SAALT જણાવ્યું હતું કે સામાન્ય રીતે, દક્ષિણ એશિયામાં તેના મૂળની શોધનારા અમેરિકન રહેવાસીઓની વસ્તીમાં 40 ટકા વધારો થયો. વાસ્તવિક સંદર્ભમાં, આ 2010 માં 35 લાખથી વધીને 2017 માં 54 લાખ થઈ ગયું છે. અમેરીકામાં 2010થી નેપાળી સમુદાયમાં 206.6 ટકાનો વધારો થયો છે, ત્યારબાદ ભારતીય (38 ટકા), ભુટાનિઝ (38 ટકા), પાકિસ્તાની (33 ટકા), બાંગ્લાદેશી (26 ટકા) અને શ્રીલંકાની વસતી (15 ટકા) છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span