શું તમે ફ્રી ટી વિશે જાણ્યું છે? તો આ વાત ખાસ જાણવી જોઈએ, લોકો અહીં રાખીને જાય છે જરૂરિયાતમંદો માટે સામાન

તમે નેકી કી દિવાલ વિશે સાંભળ્યું જ હશે. એમાં એવું હોય છે કે આ દિવાલ પર લોકો જરૂરિયાતમંદ લોકો માટે સામાન રાખી જાય છે. આ દિવાલની નજીક ઘમો સામાન જોવા મળે છે. ઉદાહરણ તરીકે, તેમાં ખોરાક અને પીણું હોઈ શકે છે. કપડાં હોઈ શકે છે. કંઈક એવું હોઈ શકે છે જે બીજા કોઈ માટે કામનું નથી પણ કોઈ જરૂરિયાતમંદને તેની ખૂબ જરૂર હોય છે. એક વૃક્ષ એવું છે. તેનું નામ ‘ફ્રી ટ્રી’ છે, જેની નીચે લોકો ખોરાક અને કપડા રાખી રહ્યા છે. જેથી જરૂરિયાતમંદોને મદદ મળી શકે.

image source

આ ચિત્રને Reddit પર @Everyusernmtaken દ્વારા શેર કરવામાં આવ્યું છે. આ ઝાડની નીચે ઘણી વસ્તુઓ પડેલી છે. જે ફક્ત અને ફક્ત તે જ માટે છે કે જેની જરૂરિયાતમંદ લોકોને જરૂર હોય. આ ઝાડની ઉપર લખ્યું છે, ‘નિશુલ્ક ઝાડને મળો, તમારે જે લેવાનું છે તે લઇ લો.’

image source

ટ્વિટર પર એક યૂઝરે આ સીન જોઈને લખ્યું કે તેમને પણ આવા વૃક્ષ જોઈએ છે. જ્યારે એક વપરાશકર્તાએ લખ્યું છે કે વરસાદમાં આ બધી સામગ્રી ખરાબ થઈ શકે છે, તેના પર શેડ મૂકવા જોઈએ જેથી માલ સામાન ખરાબ ન થાય. લોકડાઉનમાં લોકોને મદદ કરવાનો આ એક સારો માર્ગ પણ છે. શું તમારા વિસ્તારમાં કોઈ એવું વૃક્ષ અથવા સારી દિવાલ છે? જો નહીં, તો તમારે તેના વિશે વિચારવું જોઈએ અને એના માટે કામ કરવું જોઈએ. કારણ કે તે લોકોને મદદ કરવાનો સારો રસ્તો છે.

અમદાવાદનું આ કેફે પણ છે ચર્ચામાં

image source

બિલ ચૂકવ્યા વગર કોઈ રેસ્ટોરન્ટ જમવાનું આપે ખરી. તમારો પહેલો અને છેલ્લા જવાબ હશે, ના, આવું કેવી રીતે થઈ શકે. પેટ ભરીને જમવાનું પણ અને બિલ પણ નહિં ભરવાનું. આ રેસ્ટોરન્ટનું નામ છે સેવા કેફે, જે અમદાવાદમાં આવેલું છે. અહીં તમે પેટ ભરીને જમો એ પણ બિલ પેમેન્ટ કર્યા વગર, કારણ કે તમારૂ લંચ અથવા ડિનર એક ભેટ છે. જે અજાણી વ્યક્તિ તરફથી તમને આપવામાં આવી છે. છેલ્લા 11 વર્ષથી આ સેવા કેફે આ રીતે કામ કરી રહ્યું છે. એક તરફ દુનિયા પૈસા અને ધંધા પાછળ દોડી રહી છે. ત્યારે માનવ સદન, ગ્રામ શ્રી અને સ્વચ્છ સેવા જેવા એનજીઓ મળીને સેવા કેફે ચલાવી રહ્યાં છે. આ સેવા કેફે ગિફ્ટ ઇકોનમીના મોડલ પર કામ કરી રહ્યું છે.

image source

કેફેના સંચાલક જણાવે છે કે આ કેફેને વોલંટિયર્સ મળીને ચલાવે છે. અને આવનાર દરેક લોકોને પ્રેમથી જમવાનું ખવડાવે છે. એટલા માટે સેવા કેફેમાં કોઈ પણ પ્રકારનું બિલ આપવામાં આવતું નથી. પરંતુ ગિફ્ટ ઇકોનમીને આગળ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યોં છે. અહીંયાના વોલંટિયર્સ ખુદને ‘મૂવ્ડ બોય લવ’ વોલંટિયર કહે છે.

image source

અને આ વોલંટિયર્સને સેવા બદલ કેફે તરફથી અલગ અલગ ભેટ મળે છે.સેવા કેફેમાં પહેલીવાર આવતા લોકો આ મોડલને સમજી શકતા નથી. જેથી પેમેન્ટ નહિં કરવાનું અથવા તો ઓછુ પેમેન્ટ કરવાનું મુડ બનાવી લે છે. પરંતુ કેફેનો માહોલ અને વોલંટિયર્સની લગનને જોઈને વધારે જ પૈસા આપીને જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.