ગુજરાતના આ યુવાને 130 કરોડ જનતાનું મોઢું ખુલ્લુ જ રાખી દીધું, પાણી અંદર એવો ડાન્સ કરે કે લોકો હચમચી જાય

ઘણા લોકો પાસે એક અલગ જ લેવલે કળા હોય છે. તે પોતાની કળા દ્વારા આખી દુનિયાને અચંબામા પાડી દેતા હોય છે. હાલમાં એક એવો જ છોકરો પ્રકાશમાં આવ્યો છે. આ છોકરો ખરેખર તોફાન છે. ગુજરાતનો રહેવાસી જયદીપ પાણીની નીચે હટકે રીતે ડાન્સ કરે છે. જો તમે તેના વીડિયો જોયા હશે તો તમે જાણતા જ હશો કે તે કઈ રીતે પાણીની અંદરના ડાન્સને કેટલી સરસ રીતે પકડીને રાખે છે. તે ગુજરાતના રાજકોટનો છે. તેનો આ નવીનતમ વીડિયો વાયરલ થયો છે. જેમાં તે જયદીપ ‘ઇન્ડિયા વાલે’ ગીત પર ડાન્સ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hydroman (@hydroman_333) on

જયદીપે ઇન્સ્ટા પર પોતાનું આઈ ડી હાઇડ્રોમેનના નામથી બનાવ્યું છે. તેનો વીડિયો જોયા પછી બાકીના લોકો એમ પણ કહી રહ્યા છે કે ભાઈ આ તો આ સાચે એકમાત્ર હાઇડ્રોમેન છે, જયદીપના ઇન્સ્ટા પર 3 લાખ 39 હજાર ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Hydroman (@hydroman_333) on

તેના ઇન્સ્ટા પ્રમાણે તે ભારતની પહેલો અંડરવોટર ડાન્સર છે, એટલું જ નહીં, જયદીપ અંડરવોટરમાં ગિટાર લઈને પણ ઉતરે છે અને તે ગિટાર સાથે પણ ડાન્સ કરે છે. જેથી વીડિયો જોયા પછી તમારું મોં ખુલ્લું જ રહી જશે.

6 વર્ષ પહેલાં કર્ય હતો 20 મિનિટ સુધી પાણીમાં ડાન્સ

 

View this post on Instagram

 

A post shared by Hydroman (@hydroman_333) on

રાજકોટના યુવાને ગુરુકુળના વિધાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સારું સ્વિમિંગ કરતાં નવલનગર વિસ્તારના જયદીપ ચંદ્રેશ કુમાર ગોહેલે ધો. ૧૨ પાસ કર્યા બાદ પાણીની અંદર ડાન્સ કરવાની સતત બે વર્ષ સુધી પ્રેકિટસ કરી હતી. સફળતા મળ્યા બાદ ગોંડલ રોડ પર આવેલા ગુરુકુળમાં અન્ડર વોટર ડાન્સનો કાર્યક્રમ રાખ્યો હતો જયાં ભાગ મિલ્ખા ભાગના ગીત જીંદા હે તો… ઉપર ૨૦ મિનિટ સુધી પાણીની અંદર ડાન્સ કર્યો હતો.

એક આવો અજીબ ડાન્સ પણ આવ્યો હતો ચર્ચામાં

 

View this post on Instagram

 

A post shared by Hydroman (@hydroman_333) on

લગ્નની સિઝન હવે આવવાની છે. લગ્નમાં હવે નાગીન ડાન્સ કોમન થઈ ગયો છે. જો કે સમયાંત્તરે નાગીન ડાન્સમાં પણ નવી નવી સ્ટાઈલ જોવા મળી રહી છે. બે વર્ષ પહેલાં આવા જ એક નાગીન ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતોછે. નાગીન ડાન્સ કરતાં કરતાં યુવક ઢસડાતો ઢસડાતો સીધો સામિયાણાના મંડપ પર ચઢી ગયો હતો ઉપર ચઢીને તે આખા સામિયાણાને ડોલાવે છે. થોડી વારમાં જ તે મંડપ પર ઊંધે માથે લટકે છે અને ડાન્સ કરવા લાગે છે આ વીડિયો પણ ત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો હતો.

એક દાદીનો ડાન્સ પણ રહ્યો હતો ચર્ચામાં

image source

એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક દાદીમાં ખતરનાક ડાન્સ કરી રહ્યા છે. ગીત સાથે કે બીટ સાથે કોઈ જ લેવાદેવા નથી, પરંતુ આ ઉમરે પણ દાદીમાં આટલો જોરદાર ડાન્સ કરીને મશાલ પુરી પાડી રહ્યા છે. વીડિયો શેર થતાં જ લોકોએ મજા લેવાની શરૂઆત કરી દીધી હતી. વીડિયોમાં જોઈ શકાતું હતું કે કોઈ ગામડાનો સીન છે અને દાદીમાં પોતાની મોજમાં નાચી રહ્યા છે. બની શકે કે દાદીને તો એ પણ ખબર નહીં હોય કે કયુ ગીત વાગે છે, છતાં દાદીમાને બસ નાચવાનું સુરાતન ચઢ્યું છે. ઈન્સ્ટા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span