વેપારી ખાસ વાંચી લે આ માહિતી, જાણો કેવી રીતે વોટ્સએપનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે કરશો મિનિટોમાં ડિલ

વોટ્સએપએ વેપારીઓ માટે વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશન પર ક્યુઆર કોડ સ્કેનિંગ ફીચર લોન્ચ કર્યું છે. જેની મદદથી વેપારીઓ પોતાના ગ્રાહકોને કેટલોગ અને અન્ય ઘણી વસ્તુઓ શેર કરી શકે છે.

image source

વોટ્સએપ હમેશા યુઝર્સ નાતે નવા નવા ફીચર્સ લાવ્યા કરે છે. વોટ્સએપએ હાલમાં જ યુઝર એન્ડ પ્લેટફોર્મ પર ક્યુઆર કોડનો સમાવેશ કર્યો છે જેમાં ઉપયોગકર્તા આ કોડને સ્કેન કરીને અન્ય વ્યક્તિ સાથે કોન્ટેકટ શેર કરી શકે છે. વોટ્સએપએ વેપારીઓ માટે વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશન પર ક્યુઆર કોડ સ્કેનિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ એપમાં વેપારીઓ સાથે જોડાવાના બે નવા રસ્તાઓ ઉપલબ્ધ હશે. પહેલો ક્યુઆર કોડ અને બીજો કેટલોગ શેર કરવાનો ઓપશન. વોટ્સએપનો દાવો છે કે આ સુવિધાનો ઉપયોગ કરવાથી ઉપભોક્તા માટે સવાલ પૂછવું, જાણકારી મેળવવું અને ખરીદવું ખૂબ જ સરળ બની જશે.

image source

વૈશ્વિક સ્તર પર દર મહિને 5 કરોડ ઉપયોગકર્તાઓ વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરે છે. ક્યુઆર કોડના વિકલ્પ પછી કસ્ટમરને કોઈપણ વેપારી સાથે સંપર્ક કરવા માટે એમના વોટ્સએપ નંબર મોબાઈલમાં સેવ કરવાની જરુર નહિ પડે.વોટ્સએપ બિઝનેસ એપ કે વોટ્સએપ બિઝનેસ એપીઆઈનો ઉપયોગ કરીને દુનિયાભરના બિઝનેસ માટે ક્યુઆર કોડ ઉપલબ્ધ છે.

લોકડાઉનમાં વધી માંગ.

IMAGE SOURCE

લોકો કોઈ દુકાનના દરવાજા પર, વસ્તુઓના પેકીંગ પર બનેલા દુકાનના ક્યુઆર કોડને સીધો જ સ્કેન કરી વેપારી સાથે વાતચીત શરૂ કરી શકો છો. વોટ્સએપના એક પ્રવક્તાએ કહ્યું “લોકડાઉનમાં નાના વેપારીઓ માટે તકલીફો ઘણી વધી ગઈ છે પણ ભારતમાં ઘણા ઉપયોગકર્તા પોતાના ગ્રાહકો સાથે જોડાયેલા રહેવા તેમજ વાતચીત કરવા તેમજ જરૂરી સામાન એમના સુધી પહોંચાડવા માટે નવા વિકલ્પ શોધી રહ્યા છે.

શેર કરી શકે છે કેટલોગ.

image source

વોટ્સઅપે ગયા વર્ષે કેટલોગ ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચર વેપારીઓને એમના સામાનને બતાવવા અને શેર કરવાની પરવાનગી આપે છે.વોટ્સએપ વેબસાઈટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર લિંક શેર કરવા માટે કેટલોગ અને વ્યક્તિગત આઈટમ ઉપલબ્ધ કરાવશે. જો લોકો કેટલોગ શેર કરવા ઇચ્છતા હોય તો બસ લિંકને કોપી કરી વોટ્સએપ કે અન્ય પ્લેટફોર્મ પર મોકલી શકે છે.

કોન્ટેકટ સ્કેન કરી લિસ્ટમાં કરી શકે છે એડ.

image source

વોટ્સએપના ક્યુઆર કોડથી યુઝર્સ માટે કોન્ટેકટને સ્કેન કરી એમની લિસ્ટમાં એડ કરવું ઘણું જ સરળ થઈ જશે. ક્યુઆર કોડ સ્કેનિંગને સૌથી પહેલા iOS બીટમાં દર્શાવવામાં આવ્યું હતું અને હવે એપને એન્ડ્રોઇડ બીટા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ફીચર એપના 2.20.171 વર્ઝનમાં ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ બીટા યુઝર્સ નેમની સામે ઉપર ડાબી બાજુ અને એપના સેટિંગ સેક્સનમાં તમે પોતાનો કસ્ટમ ક્યુઆર કોડ મેળવી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span