કેમ વકીલો કાળો કોટ પહેરે છે, આ પાછળ છે રોમાંચક કહાની…

આપણા દેશમાં શરદી હોય, ગરમી હોય કે પછી ભર ચોમાસું હોય, દરેક મોસમમાં વકીલો અને જજ તમને કાળો કોટ પહેરેલા જોવા મળશે. દરેક વ્યવસાયનું એક પ્રતિક હોય છે, જેનાથી તમે તે વ્યવસાયની વ્યક્તિને ઓળખી શકો છો, તેવી જ રીતે વકીલાતના વ્યવસાયમાં પણ કાળો કોટ હોય છે. જેને તેમને હરહંમેશા પહેરીને રાખવો પડો છે. પણ, શું તમે ક્યારેય વિચાર્યુ છે ખરું કે, આખરે કેમ વકીલો કાળો કોટ જ પહેરે છે. સફેદ નહિ, લાલ નહિ, કે પીળો પણ નહિ. પરંતુ કાળો કોટ પહેરવા પાછળ શું કારણ હોઈ શકે. આજે અમે તમને આ પાછળનું કારણ જણાવીશું, કે કેમ વકીલો અને જજને કાળો કોટ પહેરવાની ફરજ પડે છે.

Do You Know Why Lawyers Wear Black Coat And White Shirt - ...तो ...
image source

માનવામાં આવે છે કે, વર્ષ 1694માં જ્યારે ક્વીન મેરીનું નિધન થયું હતું, ત્યારે તેમના પતિ રાજા વિલિયમ્સે તમામ જજો અને વકીલોને કાળો ગાઉન પહેરીને એકઠા થઈને શોક મનાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમણે ક્યારેય આ આદેશને રદ કર્યો ન હતો. તેથી ત્યાર બાદ વકીલો અને જજોએ કાળો ગાઉન પહેરવાનું ચાલુ રાખ્યું હતુ. વર્ષ 1961માં વકીલોના કાળા કોટને લઈને એક અધિનિયમ જાહેર કરવામાં આવ્યું હતું, જે અનુસાર અદાલતમાં વકીલોને સફેદ શર્ટ પર સફેદ બેન્ડ ટાઈ અને કાળો કોટ પહેરીને આવવાનું અનિવાર્ય કરી દેવાયું હતું.

What Will Increased Representation Of Women In The Justice System Do
image source

ભારતીય ન્યાયપાલિકા અંગ્રેજોના બનાવવામાં આવેલ સિસ્ટમને જ મળતી આવે છે. તેથી અહીં ભારતમા પણ વકીલોએ કાળો કોટ પહેરવાનો રિવાજ રાખ્યો હતો, જે આજ દિન સુધી પાલન કરવામા આવે છે.

image source

ભારતમાં 1961માં વકીલો માટે કાળો કોટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો હતો. કાળો કોટ અનુશાસન આત્મવિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. કાળા રંગને તાકાત અને અધિકારનુ પ્રતિક પણ માનવામા આવે છે.

કાળો રંગ દ્રષ્ટિહીનતાનું પ્રતિક પણ માનવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, કાયદો હંમેશા નિષ્પક્ષ હોય છે. કેમ કે દ્રષ્ટિહીન વ્યક્તિ કોઈની સાથે પણ પક્ષપાત કરતો નથી. કાળો કોટ પહેરવાનો મતલબ છે કે, વકીલ વગર કોઈ પક્ષપાતે પોતાનો કેસ લડે.

image source

ક્યારથી શરૂ થઈ વકીલાત

વર્ષ 1327મા વકીલાતની શરૂઆત એડવર્ડ તૃતીય દ્વારા થઈ હતી. તે સમયે વકીલોનો પહેરવેશ પણ નક્કી કરવામાં આવ્યો હતો. પંરતુ તે કાળો કોટ ન હતો, પરંતુ સોનેરી લાલ રંગનો કાપડ અને તેના ઉપર ભૂરા રંગનુ ગાઉન રહેતુ હતું. તે સમયે જજ પોતાના માથા પર એક લાંબા વાળવાળી વિગ પહેરતા હતા અને વકીલોને પણ ચાર ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરાયા હતા. જેમાં સ્ટુડન્ટ, પ્લીડર, બેન્ચર અને બેરિસ્ટર રહેતા હતા. વર્ષ 1600માં વિચારવામાં આવ્યું કે, બાર કાઉન્સિલને જનતાના હિસાબે પોતાનો યુનિફોર્મ નક્કી કરવો જોઈએ. તેના બાદ પહેરવેશ તરીકે લાંબો કાળો કોટ આવ્યો હતો.

તમને આ પણ જાણવું ગમશે.

શું તમે પણ ૧૩ નંબરને અપશુકનિયાળ માનો છો? પણ તેનું સાચું કારણ તમને ખબર છે? વાંચો…

એક સીરિયલ કિલર જેનુ માથુ 150 વર્ષથી પ્રિઝર્વ કરાયેલુ છે, રહસ્યભર્યું છે આ કારણ…

કિચનની આ વસ્તુઓની એક્સપાઈરી ડેટ હોતી જ નથી, વર્ષોવર્ષ રહે છે સારી…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.