એકલા હાથે આ મહિલાએ સૂના પડેલા પહાડો પર જંગલ ઉભુ કર્યું, વાત સાંભળીને તમને ગર્વ થઈ જશે…

ભારતના ગામડાઓમાં આજે પણ એવી પરિસ્થિતિ છે કે યુવતીઓ અને મહિલાઓને ઘરની બહાર કામ કરવાની પરમિશન નથી. મહિલાઓ ઘરમાં જ રહીને કિચન સંભાળે છે. આજથી પહેલાની વાત કરીએ તો સ્થિતિ વધુ ખરાબ હતી. ઘુંઘટમાં રહીને ઘરનું બધુ કામ કરવાનું અને માત્ર ને માત્ર ઘરમાં જ રહેવુ એ મહિલાઓનું કામ હતું. તે જમાનામાં જો કોઈ મહિલા એવું કામ કરે, જેના વિશે આપણે વિચારી પણ ન શકીએ, તેને તો મોટી ઉપલબ્ધિ જ કહી શકાય. આજે તમને એવી માઉન્ટેન મહિલા વિશે જણાવીશું, જેને આકરી મહેનત કરીને આપણી આવનારી પેઢી માટે એવું કામ કર્યું, જેને ક્યારેય ભૂલી શકાય નહિ.

image source

ઉત્તરાખંડની આ મહિલાનું નામ પ્રભાદેવી સેમવાલ છે. જેને સત્યની દેવી પણ કહી શકાય. 66 વર્ષના પ્રભાદેવી સેમવાલનું આજે પોતાનું એક જંગલ છે. જેને તેણે પોતે બનાવ્યું છે. આ જંગલને તેણે ઉભુ કર્યું છે, પાણી સિંચ્યું છે. ઉંમરના દરેક પડાવમાં પણ વૃદ્ધ એવા પ્રભાદેવી સેમવાલની દિનચર્યા પોતાના ખેતર, પ્રાણીઓ અને વૃક્ષોની આજુબાજુ ફરે છે. પ્રભાદેવી સેમવાલ પહાડો પર જંગલ ઉગાડવાનું કામ કરે છે. સતત વૃક્ષોને કાપવાની સંખ્યા વધી રહી છે, ત્યારે પ્રભાદેવી માટે વૃક્ષો ઉગાડવા એક ચેલેન્જ બની રહી હતી.

मिलिए उत्तराखंड के गांव में 500 ...
image source

પ્રભાદેવીની ઉંમર 66 વર્ષ છે, પણ આજે ય તેમનો જુસ્સો જરાય ઓછો નથી થયો. વર્ષો પહેલા ગામમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવાથી ભૂસ્ખલન થવાની સમસ્યાઓ વધી રહી હતી. આ કુદરતી આપદાઓને કારણએ રોજિંદી જિંદગી પર અસર પડવા લાગી હતી. તેમજ તેમને કુદરત તરફથી મળતા સંશાધનોમાં તકલીફો પડવા લાગી હતી. આવામાં પ્રભાદેવી સેમવાલે પોતાની રોજિંદા જીવનમાં ઉપયોગી છે તેવુ સમજીને વન બનાવવાનો સંકલ્પ લીધો હતો. પોતાના માટે ખેતીનો પાક વાવવાને બદલે તેમણે અનેક વૃક્ષો રોપવાનું વધુ યોગ્ય લાગ્યું. કોઈ બીજાની મદદ લીધા વગર જ તેમણે પ્લાન્ટ્સ વાવવાની શરૂઆત કરી હતી.

image source

આવું તેમણે આખી જિંદગી કર્યું. આજે પ્રભાદેવી સેમવાલના આ કામથી પ્રેરાઈને અનેક લોકોએ વૃક્ષો રોપવાનું કામ ઉપાડ્યું છે. જે ઉમરમાં આપણા દેશના વૃદ્ધોને આપણા સહકારની જરૂર છે, તે ઉંમરમાં પ્રભાદેવી વૃક્ષો લગાવીને પોતાનું જીવન વિતાવી રહ્યાં છે. એવું નથી કે પ્રભાદેવીને કોઈ સંતાનો નથી. પ્રભાદેવીને ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે. આજે તેમના દીકરા-દીકરીઓ દેશવિદેશમાં પોતપોતાના કામોમાં વ્યસ્ત છે અને સારી રીતે સેટલ્ટ થયા છે. તેમના સંતાનો તેમને વિદેશ બોલાવે છે, પણ પ્રભાદેવીએ ક્યારેય પહાડો છોડ્યા નથી. બાળકોની સાથે આરામથી રહેવા કરતા પ્રભાદેવી સોમવાલને પહાડોને સજાવવામાં વધુ સારું લાગે છે. તેમને આ જ જીવન ગમી ગયું છે.

image source

પ્રભાદેવીએ શરૂઆત તો એક પ્લાન્ટથી કરી હતી. પરંતુ આજે તેમનું પોતાનું એક જંગલ છે. આ જંગલ તેઓ મર્યા બાદ પોતાની સાથે નહિ લઈ જાય, પણ તે તો અહી જ રહેશે અને આવનારી પેઢી માટે ફાયદો પહોંચાડશે. આપણા દેશમાં અનેક રાજનેતાઓ કે ફિલ્મસ્ટાર્સ એક પણ પ્લાન્ટ લગાવે છે, તો તેનુ જોરશોરથી માર્કેટિંગ કરે છે. ફોટા પડાવે છે, મીડિયાને બોલાવે છે. પંરતુ પ્રભાદેવી આજે આખુ જંગલ વસાવી ચૂક્યા છે, પંરતુ તેમ છતાં બહુ જ ઓછા લોકો તેમને જાણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.