મહિલાઓના દરેક આભૂષણ સાથે જોડાયેલું છે ખાસ વિજ્ઞાન, જાણીને લાગશે નવાઈ

મહિલાઓની વાત આવે તો તમે તેમની પાસે સોના, ચાંદી, હીરા- મોતી વગેરે અનેક પ્રકારના ઘરેણાં જોતા હશો. આ સિવાય લાઈટ વેટ અને સાથે જ આર્ટિફિશ્યલ જ્વેલરીનો પણ તેમને વધારે ક્રેઝ હોય છે.

image source

જો કે આજે આપણે વાત કરીએ છીએ તેમાં આપણે આર્ટિફિશ્યલ જ્વેલરીનો સમાવેશ કરી રહ્યા નથી. પણ શું તમે જાણો છો કે સોનાના ઘરેણાંની પ્રકૃતિ ગરમ હોય છે તો ચાંદીની પ્રકૃતિ શીતળ છે. મોતીનો સ્પર્શ આપણને રાહત અને શાંતિ આપે છે.

image source

જ્યારે મહિલાઓ ઘરેણાં પહેરે છે ત્યારે તેનાથી તેમના સ્વાસ્થ્યને પણ અનેકગણા ફાયદા થતા હોય છે. દરેક ઘરેણાં સાથે ખાસ વિજ્ઞાન જોડાયેલું છે. તો આજથી જાણો આ ખાસ વાતો અને પહેરો તમારા મનગમતા ઘરેણાં. કેટલાક રિવાજો તો વર્ષોથી અને પૂર્વજોના સમયથી ચાલતા આવ્યા છે. જેમકે પરિણિત મહિલાએ પગમાં અચૂક વીંછીંયા, ઝાંઝર પહેરવા, હાથમાં બંગડી પહેરવી, ગળામાં મંગળસૂત્ર પહેરવું અને માથામાં સિંદૂર લગાવવું વગેરે. આજે આ વસ્તુઓને ફેશનને ધ્યાનમાં રાખીને અવગણવામાં આવે છે. પણ આ વસ્તુઓનું ખાસ વૈજ્ઞાનિક મહત્વ છે. તો જાણો કયા ઘરેણાંનું શું મહત્વ છે.

વીંછીંયા

image source

મહિલાઓ પગની આંગળીઓમાં વીંછીંયા પહેરે છે. જો કે તેના પણ અનેક પ્રકાર હોય છે. આ પહેરવાથી મહિલાઓને રાતે બિહામણા સપના આવતાં નથી અને સાથે જ તેનાથી સાઈટિકાના દર્દમાંથી રાહત મળી રહે છે. આ કારણે તેને પહેરવાની પરંપરા છે.

ઝાંઝર, કડા અને પાયલ

image source

પગમાં પહેરાતી આ તમામ વસ્તુઓ પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે. આ સિવાય મહિલાઓને કાયમ રહેતી સમસ્યા એટલે કે માસિક ધર્મની અનિયમિતતાને નિયમિત બનાવે છે.

કમર પટ્ટો કે કંદોરો

મોટાભાગે આ કંદોરો ચાંદીનો હોય છે. ચાંદી સતત કમરના સંપર્કમાં રહેવાથી કમરનાં દર્દને દૂર કરવામાં રાહત મળે છે. માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે. આ સિવાય જો તમને કોઈ ખાસ બીમારીઓ જેમકે એપેન્ડિક્સ, પેટની તકલીફ કે હર્નિયાની તકલીફ હોય તો પણ તે ધીમે ધીમે દૂર થઈ જાય છે.

હાથની અંગુઠી કે વીંટી

image source

મહિલાઓ જ્યારે હાથમાં વીંટી પહેરે છે ત્યારે તેમને હાથની ધ્રુજારી, દમ, કફ વગેરે જેવી મુશ્કેલીઓમાં રાહત આપવાનું કામ કરે છે. વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપી શકે છે.

હાથની બંગડીઓ અને કડા

image source

પરિણિત મહિલાઓ માટે હાથની બંગડીઓ કે કડા પહેરવાનો રિવાજ છે. માનવામાં આવે છે કે બંગડી શરીરની અનેક મુશ્કેલીઓમાં રાહત આપે છે. આ સિવાય તોતડાપણું દૂર કરે છે. જો તમને બીપીની તકલીફ રહેતી હોય તો તેમાંથી ઝડપથી રાહત આપે છે. આ જ કારણે નાના બાળકોને પણ કડા પહેરાવવાનો રિવાજ પણ છે.

બાજુબંધ અને હાથની આંગળીના પોંચા

image source

કોણી અને ખભાની વચ્ચે પહેરાતા બાજુબંધ મહિલાઓની શોભા વધારે છે. આ સાથે તેને ખાસ કરીને ડાબા બાજુ પર પહેરવાની પરંપરા છે. તે સતત હ્રદયની પાસે રહેવાથી અદ્ભૂત શક્તિ પણ મળી રહે છે.

હાંસડી, ચેન, મંગળસૂત્ર

જ્યારે મહિલાઓ આવી કોઈ પણ વસ્તુ તેમના ગળામાં પહેરે છે ત્યારે તેમની દ્ષ્ટિમાં વધારો થાય છે. તેમને ગળા સંબંધી કોઈ તકલીફ રહેતી નથી. તેમનો અવાજ સારો રહે છે. આ સિવાય આ પ્રકારના ઘરેણાંની મદદથી જો તમને માથાનો દુખાવો હશે તો પણ તે દૂર થશે.

કાનની કડી-બુટ્ટી કે વાળી

image source

બાળકો જન્મે ને એકાદ વર્ષના થાય એટલે તેમના કાન વીંધાવવામાં આવે છે. આ સમયે તેમને વાળો કે સોનાનો નંગ ફીટ કરી દેવામાં આવે છે. આ પાછળનું ખાસ વૈજ્ઞાનિક કારણ એ છે કે કાનની બુટમાં છેદ કરી તેમાં કોઈ અલંકારો પહેરાય છે ત્યારે તેનાથી ગળા, આંખ અને જીભના રોગો અટકે છે.

નાકની નથણી,ચૂંક કે સળી

image source

જ્યારે તમે નાક વીંધાવો છો અને તેમાં કંઈ પણ ચીજ પહેરો છો તો તેનાથી કફ અને નાકનાં રોગોમાં તમને રાહત મળે છે. જો કે વૈજ્ઞાનિક કારણ એવું પણ છે કે તમારા મનની વિચાર શક્તિ સાથે નથણીનો ખાસ સંબંધ જોડાયેલો છે. તેનાથી તમારી વિચારશક્તિ પર પણ અસર પડે છે.

માથાનો ટીકો અને સેંથો પૂરવો

મહિલાઓમાં ખાસ અવસરે માથાનો ટીકો પહેરવામાં આવે છે. જો કે પહેલાંના સમયમાં આ ટીકો રોજ પહેરાતો હતો. આ માટે એમ માનવામાં આવતું કે આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે. આ સાથે જ પરિણિત મહિલાઓ માટે સેંથો પૂરવાનો પણ રીવાજ છે. આ એટલા માટે કે તમે જ્યારે સિંદૂરથી સેંથો પૂરો છો ત્યારે પતિના લાંબા આયુષ્યની સાથે તે સિંદૂર તમારા માથાને ઠંડક આપે છે. તમારું આજ્ઞાચક્ર તેનાથી શાંત રહે છે. આ કારણે પણ આ પરંપરા બનાવવમાં આવી છે.