સાવધાન!!! તમે વાળમાં કલર કે પછી ડાઈ કરો છો તો આ માહિતીને ઇગ્નોર કરશો નહિ…

આજકાલ મોટાભાગના લોકો હેર કલર કરાવતા હોય છે. જો કે ઘણા લોકો વ્હાઇટ હેરને કાળા કરવા માટે ડાઇનો ઉપયોગ પણ કરતા હોય છે. આમ, ઘણા લોકો એવા સ્ટાઇલિશ હોય છે કે જે પોતાની સ્ટાઇલ બીજાને બતાવવા માટે દર મહિને અલગ-અલગ પ્રકારના કલર વાળમાં કરાવતા હોય છે. જો કે બહુ ઓછા લોકો જાણતા હોય છે કે કેમિકલવાળા કલરનો ઉપયોગ માથાના વાળમાં કરવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. આમ, જો તમે પણ વાળમાં કલર કરાવવાના શોખીન છો તો જાણી લો કે વાળમાં કલર કરાવવાથી સ્કિનને કયા પ્રકારનું નુકસાન થાય છે.

Can Hair-Coloring Products Hurt You or Cause Cancer?
image source

Allergic reactions

વાળમાં કલર કરાયા પછી ઘણા લોકોને ફેસ પર તેમજ શરીરના અમુક અંગો પર ફોલ્લીઓ, ખંજવાળ તેમજ બળતરા થવા લાગતી હોય છે. જો કે આવુ થવા પાછળનુ કારણ એ છે કે આ કલરમાં અનેક પ્રકારના કેમિકલ્સ એવા હોય છે જે સ્કિન એલર્જીમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ, જો તમે પણ કોઇ સલુનમાં હેર કલર કરાવવા જાઓ છો અને તમને સ્કિનમાં કોઇ પણ પ્રકારના પ્રોબલેમ્સ થાય તો તરત જ સલુનમાં તમારી વાત રજૂ કરો અને હેર કલરને ત્યાં જ અટકાવી દો. જો તમને વધુ પ્રમાણમાં સ્કિનમાં પ્રોબલેમ્સ થવા લાગે તો કોઇ પણ પ્રકારની રાહ જોયા વગર તરત જ સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવો અને તેમને બરાબર ફોલો કરવા લાગો.

Colouring your hair? 5 hidden dangers you must know about RIGHT ...
image source

Eye Infections

વાળમાં કલર કરવાનો રંગ જો ભુલમાંથી આંખમાં જતો રહે તો આંખો સુજી જાય છે, આંખો ગુલાબી રંગની થઇ જાય છે તેમજ આંખોમાંથી પાણી નિકળવા લાગે છે. જો તમને હેર કલર કરાવતા હોવ અને આ લક્ષણો દેખાતા હોય તો તરત જ હેર સલુનમાં વાત કરો અને આ સમસ્યાને બને તેટલી જલદી નિપટાવો. હેર કલર કરાવતા પહેલા એક વાતનું ચોક્કસ ધ્યાન એ રાખો કે, જ્યારે તમે હેર કલર કરાવવા માટે સલૂનમાં જાઓ ત્યારે વાળમાં જ્યારે કલર કરવાની શરૂઆત કરે ત્યારે તે જ સમયે તમારી આંખો બંધ કરી દો. આમ, જ્યાં સુધી વાળમાં કલર પૂરો ના થઇ જાય ત્યાં સુધી ભુલથી પણ આંખો ખોલવાની કોશિશ ના કરો.

image source

SKIN DISCOLOURATION

વાળમાં કલર કરાવવાથી ઘણી વાર લોકોને ચહેરા પર ડાઘા-ધબ્બા પડી જતા હોય છે. જો કે ઘણા લોકોને એટલા પ્રમાણમાં આ સમસ્યા વધી જતી હોય છે કે ના પૂછો વાત. આમ, જો તમને પણ હેર કલર કરાવતી વખતે અથવા કરાયા પછી આ સમસ્યા થાય તો તરત સ્કિનના ડોક્ટરને બતાવો અને તેની ટ્રિટમેન્ટ શરૂ કરી દો.

respiratory problem: Delhi's air quality: Watch out for ...
image source

Breathing issues

હેર ડાઇમાં અનેક પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોય છે. હેર ડાઇ કર્યા પછી ઘણા લોકોને શ્વાસ લેવામાં ખૂબ જ પ્રોબલેમ્સ થતા હોય છે. આમ, ખાસ વાતનુ ધ્યાન એ રાખજો કે જો તમને અસ્થમાનો પ્રોબલેમ હોય તો તમારે હેર ડાઇ કર્યા પહેલા ડોક્ટરને પૂછી લેવુ અને પછી જ વાળમાં ડાઇ કરવી. હેર ડાઇ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે પહેલા ડાઇનો પ્રયોગ ડાયરેક્ટ વાળમાં ના કરો તેના પેકેટ પાછળ લખેલા નિયમોને અનુસરો અને પછી જ તે એપ્લાય કરો.

image source

Carcinogenic in nature

એક રિસર્ચમાં આ વાત જાણવા મળી છે કે, હેર ડાઇમાં કેન્સર થવા પાછળ જે પદાર્થ (Carcinogenic) જવાબદાર હોય છે તે ડાઇમાં મોટા પ્રમાણમાં હોય છે જેને કારણે કેન્સર થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે. આમ, જ્યારે તમે હેર ડાઇને તમારા વાળમાં એપ્લાય કરો છો ત્યારે તે પદાર્થ તમારા શરીરમાં જાય છે અને પછી કેન્સર થવાના ચાન્સિસમાં વધારો કરે છે. આ માટે બને ત્યાં સુધી વાળમાં કલર કે ડાઇ કરાવવાથી હંમેશ માટે બચવુ જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.